nigam vedno naad saambhalii - Pad | RekhtaGujarati

નિગમ વેદનો નાદ સાંભળી

nigam vedno naad saambhalii

મૂળદાસ મૂળદાસ
નિગમ વેદનો નાદ સાંભળી
મૂળદાસ

નિગમ વેદનો નાદ સાંભળી

મારા ચિત્તમાં લાગ્યો ચટકે રે,

જાગીને જોતાં મિથ્યા માયા

માંડ કર્યો છે મટકો રે...

જીવ જગત બેઉ અણછતાં છે,

ઘટપટાદિક ઘટકો રે,

નિષેધ-પદ તે નિશ્ચે ગયું છે,

હવે નહીં ખટપટનો ખટકો રે...

નર નાટકમાં, નાટક નરમાં,

નાચ નિરંતર નટકો રે,

‘મૂળદાસ’ સો બ્રહ્મ સનાતન

વ્યાપક બીજ વટકા રે...

નિગમ વેદનો નાદ સાંભળી૦

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1987