Nedo Lagyo - Pad | RekhtaGujarati

નેડો લગો

Nedo Lagyo

મીરાંબાઈ મીરાંબાઈ
નેડો લગો
મીરાંબાઈ

શામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ,

નંદના લાલનસે નીંદરડીમેં નેડો લગો.

હું રે જાતી'તી ગાંધી કેરે હટડે વાલા,

મહેકે ગાંધી કેરે હટમેં લાલન સગો... શામળિયો.

શામળા સારુ ઘોડી ઘોડી થાકી વાલા,

મુંને વડલે વિસામો વલો લગો... શામળિયો.

જળ રે જમનાનાં ભરવાને ગ્યાં'તાં બેની,

સુરતા ચૂકી ને બેડો ભગો... શામળિયો.

બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો,

સંતના ચરણમાં ચિત લગો...

શામળિયો મુંજો સગો.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991