nave kaankariithii nyaaro - Pad | RekhtaGujarati

નવે કાંકરીથી ન્યારો

nave kaankariithii nyaaro

સંત દેવીદાસ સંત દેવીદાસ
નવે કાંકરીથી ન્યારો
સંત દેવીદાસ

નવે કાંકરીથી ન્યારો,

પ્યારો, નવે કાંકરીથી ન્યારો,

તમે ગુરુગમ જ્ઞાન વિચારો,

પ્યારો, નવે કાંકરીથી ન્યારો.

પ્રથમ શબ્દ સ્પરસ રૂપ રસ ગંધ મિટા લો,

મન બુદ્ધિ ચિત્ત ઔર અહંકાર કું ખેલ ખેલાવણહારો. પ્યારો૦

પ્રથમ કાંકરિયે મન સ્થિર કીજે, દુસરી શબ્દ કું ધારો,

બુદ્ધિ બરાબર ભરત કરી તમે દુષ્ટ અહંકારને ઉખાડો. પ્યારો૦

સતગુરુ ચરણેથી ચલણગત શીખો, ચારે ચોકે સંભારો,

ભરત ભરી જડો એવી કાંકરી, જેથી કામક્રોધ રિપુ મારો. પ્યારો૦

સંત વિવેકી ખેલ કરે છે, રમે પરસ્પર રહે ન્યારો,

'દેવીદાસ' સતગુરુને ચરણે જીતે જીતણહારો.

પ્યારો, નવે કાંકરીથી ન્યારો.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991