Nath Tum Janat Ho Sab Ghat ki - Pad | RekhtaGujarati

નાથ તુમ જાનત હો સબ ઘટકી

Nath Tum Janat Ho Sab Ghat ki

મીરાંબાઈ મીરાંબાઈ
નાથ તુમ જાનત હો સબ ઘટકી
મીરાંબાઈ

નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરાં ભક્તિ કરે પરગટકી.

રામમંદિરમેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી;

પાઉં મેં ઘૂઘરા રૂમઝૂમ બાજે, લાજશરમ સબ પટકી. નાથ તુમ...

નાહીધોઈને મીરાં માળા ફેરે, સેવા કરે રઘુપતકી;

શાલગરામ કો ચંદન ચડાવૈ, ભાલ તિલક બિચ ટપકી. નાથ તુમ...

વિખકા પિયાલા રાણાજીને ભેજા, સાધુ સંગત મીરાં અટકી;

કર ચરણામૃત પી ગઈ મીરાં, જૈસે રામરસકી કટકી. નાથ તુમ...

કે સુરતી દોર લગી એક ધારા, જૈસે ઘડા પર મટકી;

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, સુરતી લગી જૈસી નટકી. નાથ તુમ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011