ભોજા ભગત
Bhoja Bhagat
નારીને નર્ પરણે રે બીજી કદી વારકી રે,
હાં રે કદી કેસરી ખડ ન ખાય રે;
ખોટો ને ગોકીરો મરની! સાંભળેે રે,
હાં રે તોય શૂરવીરનાં શિર જાય રે;
જીરે વિચારો વાતને,
એવી વાતું ને વિચારે રે, ભગવાન ભેટશે રે. જીરે...
ગંગા ને જમનાં રે જેને હોય ઝીલવાં રે,
હાં રે કદી છીલ્લર નીર ન ના'ય રે;
ભક્તિને અવિચળ રે બિર્દ બા'ના તણું રે,
હાં રે એ તો જીવનનું કેમ જાય રે. જીરે...
અવગુણ ને ઉપજે મરની! મેરૂ જેવડો રે,
તોય કદી ચૂકે નહિ ચલણ રે;
સત્ય ને વાદી રે સત્ય કેમ છોડશે રે,
હાં રે તે દી નભમાં નહિ ઉગે ભાણ રે. જીરે...
દળ ને કોપે રે, દૈત્યનાં દૂરથી રે,
હાંરે મરની! જડામૂળથી જાય રે;
તોયે શંકા ને ન ધરે સંત શરીરમાં રે,
હાં રે મરની! થાનારૂં હોય તે થાય રે. જીરે...
આગળથી અવગુણ રે દાસના ન દેખીએ રે,
હાં રે તમે દિલ કો આણો દ્વાંત રે;
ભક્તિ વિતા ભવદુઃખ ભોગવે રે,
ભોજલ કહે ભાગી દે મનની ભ્રાંત રે. જીરે...
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
