nandnaa nand-shun neh jene nahiin - Pad | RekhtaGujarati

નંદના નંદ-શું નેહ જેને નહીં

nandnaa nand-shun neh jene nahiin

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નંદના નંદ-શું નેહ જેને નહીં
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

નંદના નંદ-શું નેહ જેને નહીં, તે રે માનવ ખર-શ્વાન તોલે;

ભૂતળ ભાર કરવાને અવતર્યા, પ્રેતની પેરે સંસાર ડોળે. નંદ૦

દૃષ્ટિથી તે ટળો, ભોગ તેહના બળો, શલ્ય પડો તેહના સુખ માથે;

જીવતા નર તે તો શબ સમા જાણવા, જેહનું ચિત્ત નહીં કૃષ્ણ સાથે. નંદ૦

કીર્તિ શ્રીકૃષ્ણની જીભથી નવ ભણે, તેહને મુખ દીજે રે તાળું;

ભણે નરસૈંયો : હરિ જેને વહાલા નહીં, તે તણું કુટુંબ સદાય કાળું. નંદ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994