sadhu thaya tyare shun thayun - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધુ થયા ત્યારે શું થયું

sadhu thaya tyare shun thayun

અખઈદાસ અખઈદાસ
સાધુ થયા ત્યારે શું થયું
અખઈદાસ

સાધુ થયા ત્યારે શું થયું, ભજ્યું નારાયણનું નામ,

ખાલી દેહ રે મારી ટળવળે.

આવ્યા ત્યારે તો દો જણા, જાવું રે એકાએક... ખાલી૦

ઊંચી મેડી જ્યાં રે અજબ ઝરૂખા, ખટકે હિંડોળા ખાટ... ખાલી૦

દૂધે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ... ખાલી૦

ગુરુને પ્રતાપે બોલ્યો ‘અખૈયો’, સાધુનો અમરાપુર વાસ... ખાલી૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨’ (પૃષ્ઠ ક્રમાંક 215)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1963