નહીં હર, હું હરણાક્ષી રે, મન્મથ!
nahiin kar, hun harnaakshii re, mamanth!
નરસિંહ મહેતા
Narsinh Mehta
નહીં હર, હું હરણાક્ષી રે, મન્મથ!
nahiin kar, hun harnaakshii re, mamanth!
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ રામગ્રી)
નહીં હર, હું હરણાક્ષી રે, મન્મથ! પીડીશ મા મોરી દેહા.
વેરભાવ તારે શંકર સાથે, અમ અબળાના ગુણ કેહા રે? મ૦
મસ્તક વેણી, જટા મ જાણે; નોહે રે મુગટ, એ તો ફૂલ;
નોહે રે ગરલ, મૃગમદ છે મારે; ભોળપણે કાં ભૂલ રે? મ૦
નોહે રે વિભૂતિ, ચંદન છે મારે; નોહે રે નાગ, એ તો હાર;
નોહે એ ગજચર્મ, અંગ એ પટોળી; જો તું, રુદયે વિચાર રહે. મ૦
કામબાણ મ મેલીશ, બળિયા! અમે છું અબળા ગેહેલી;
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, આવાગમન દે ઠેલી રે. મ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
