નહીં રે વિસારું હરિ
Nahi Re Visaru Hari
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
નહીં રે વિસારું હરિ, અંતરમાંથી નહીં રે (ધ્રુવ)
જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી. અંતર...
આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી. અંતર...
આવતાં ને જાતાં વૃંદા રે વનમાં, ચરણ તમારે પડી. અંતર...
પીળાં પીતાંબર જરકશી જામા, કેસર આડ કરી. અંતર...
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી. અંતર...
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વિઠ્ઠલવરને વરી. અંતર...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
