murakho mani rahyo maru re - Pad | RekhtaGujarati

મૂરખો માની રહ્યો મારૂં રે

murakho mani rahyo maru re

ભોજા ભગત ભોજા ભગત
મૂરખો માની રહ્યો મારૂં રે
ભોજા ભગત

મૂરખો માની રહ્યો મારૂં રે, તેમાં કાંઈયે નથી તારૂં. ટેક...

સાત સાયર જેની ચોકી કરતા, ફરતું નીર ખારૂં;

ચૌદ ચોકડીનું રાજ ચાલ્યું ગયું, રાવણાદિકવાળું —મૂરખો...

દુઃખને તો કોઈ દેખે નહિ ને, સુખ લાગે સારૂં;

વેળા વેળાની છાંયડી તારી, વળી જાશે વારૂં રે —મૂરખો...

હરિભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારૂં;

ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારું રે —મૂરખો...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928