Mune Lahe Re Lagi Harina Naam ni Re - Pad | RekhtaGujarati

મુને લહે રે લાગી હરિના નામની રે

Mune Lahe Re Lagi Harina Naam ni Re

મીરાંબાઈ મીરાંબાઈ
મુને લહે રે લાગી હરિના નામની રે
મીરાંબાઈ

મુને લહે રે લાગી હરિના નામની રે;

હું તો ટળી રે સંસારિયાના કામની રે. મુને...

ચોટ લાગી તે ટાળી કદી નહીં ટળે રે;

ભલે કોટી પ્રયત્ન દુર્જન કરે રે. મુને...

હું તો બાવરી ફરું છું મારા મદમાં રે;

મારી સૂરતી શામળિયાના પદમાં રે. મુને...

મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે;

હું તો સમજી મોહનજીની સાનમાં રે. મુને...

મીરાંબાઈને ગુરુજી મળ્યા વાટમાં રે;

એણે છોડી દીધેલ રાજપાટનાં રે. મુને...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011