મૂલડો થોડો ભાઇ વ્યાજડો ઘણો
મૂલડો થોડો ભાઇ વ્યાજડો ઘણો રે,
કેમ કરી દીધો રે જાય?
તલપદ પૂંજી મેં આપી સઘલી રે,
તોહે વ્યાજ પૂરું નહિ થાય. મૂલડો.
વ્યાપાર ભાગો જલવટ થલવટ રે,
ઘીરે નહિ નીસાની માય;
વ્યાજ બોડાવી કોઈ ખંદા પરઠવે રે,
તો મૂલ આપું સમ ખાય. મૂલડો.
હાટડું માંડું રૂડા માણેકચોકમાં રે,
સાજનિયાંનું મનડું મનાય,
આનંદઘનપ્રભુ શેઠ શિરોમણિ રે,
બાંહડી ઝાલજો રે આય. મૂલડો.
mulDo thoDo bhai wyajDo ghano
mulDo thoDo bhai wyajDo ghano re,
kem kari didho re jay?
talpad punji mein aapi saghli re,
tohe wyaj purun nahi thay mulDo
wyapar bhago jalwat thalwat re,
ghire nahi nisani may;
wyaj boDawi koi khanda parathwe re,
to mool apun sam khay mulDo
hataDun manDun ruDa manekchokman re,
sajaniyannun manaDun manay,
anandaghnaprabhu sheth shiromani re,
banhDi jhaljo re aay mulDo
mulDo thoDo bhai wyajDo ghano
mulDo thoDo bhai wyajDo ghano re,
kem kari didho re jay?
talpad punji mein aapi saghli re,
tohe wyaj purun nahi thay mulDo
wyapar bhago jalwat thalwat re,
ghire nahi nisani may;
wyaj boDawi koi khanda parathwe re,
to mool apun sam khay mulDo
hataDun manDun ruDa manekchokman re,
sajaniyannun manaDun manay,
anandaghnaprabhu sheth shiromani re,
banhDi jhaljo re aay mulDo
સ્રોત
- પુસ્તક : બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2004