મૂળ કમળની માલૂમ કરી લે, નૂર અખંડ વરતાય,
ભમરગુફાનું ભેદી જ્ઞાન છે, અમીરસ વર્ષા થાય...
દોય કમલની અણી અગર પર, નામીકા નામ લહેરાય,
જ્યોતિ રતન રાખજો, બેડો પાર થઈ જાય,....
નુરતા માંહી વસે નિરંજન, ગેબી ગરજના થાય,
નાદ-બૂંદના મળે ત્યાં નેડા, શૂન્ય મંડળમાં સમાય...
સુરત મધ્યે બેઠા સાહેબ, શિર ચમ્મર ઢોળાય,
દશમા દ્વાર પે ‘દોલત’ દાખવે, હરિવર કળ્યો નહીં જાય...
mool kamalni malum kari le, noor akhanD wartay,
bhamaraguphanun bhedi gyan chhe, amiras warsha thay
doy kamalni ani agar par, namika nam laheray,
jyoti ratan rakhjo, beDo par thai jay,
nurta manhi wase niranjan, gebi garajna thay,
nad bundna male tyan neDa, shunya manDalman samay
surat madhye betha saheb, shir chammar Dholay,
dashma dwar pe ‘dolat’ dakhwe, hariwar kalyo nahin jay

સ્રોત
- પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય: વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 128)
- સંપાદક : ડૉ. રાજેશ મકવાણા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2014