ramban wagyan hoy te jane - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રામબાણ વાગ્યાં હોય તે જાણે

ramban wagyan hoy te jane

ધનો ધનો
રામબાણ વાગ્યાં હોય તે જાણે
ધનો

રામબાણ વાગ્યાં હોય તે જાણે! પ્રભુનાં બાણ વાગ્યાં હોય તે જાણે;

ઓલ્યા મૂરખ મનમાં શું આણે? રામબાણ વાગ્યાં હોય તે જાણે.

ધ્રુવને લાગ્યાં, પ્રહ્લાદને લાગ્યાં, તે ઠરીને બેઠા રે ઠેકાણે;

ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં, તો વેદ-વચન પ્રમાણે. રામબાણ૦

મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરિ આવ્યા જે ટાણે;

લઈ કરવત મસ્તક પર મેલ્યું, પત્ની-પુત્ર બેઉ તાણે. રામબાણ૦

મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને, રાણોજી ખડ્ગ તાણે;

વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા, તો અમૃતને ઠેકાણે. રામબાણ૦

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે;

આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધનો ભગત ઉર આણે. રામબાણ૦

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2004