morana pichhno mugat - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોરના પીછનો મુગટ

morana pichhno mugat

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
મોરના પીછનો મુગટ
નરસિંહ મહેતા

(નરસિંહ -પુત્રવિવાહ પદ)

મોરના પીછનો મુગટ મણિમય ધર્યો, મકરાકૃત કુંડળ શ્રવણ ઝળકે;

કૌસ્તુભમણિ શ્રીવચ્છલાંછન ધર્યું, વૈજયંતી મોતીની માળ લળકે. મો૦

પીતાંબર, પટ, કટિ પર મેખલા, કંચન કેયૂર કર ખળકે;

કોટિ કંદર્પ-લાવણ્ય જોતાં હરિ મુનિવર જોગીચાં મંન ટળકે. મો૦

શંખ ને ચક્ર, ગદા, પદ્મ, આયુધ ધર્યાં, બ્રહ્મણ્યદેવ છે નામ એનું;

કોટિક-સૂર્ય-શશી-જ્યોતિ નખચંદ્રિકા, કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું, મો૦

મહેતીનું રૂપ દીઠું રે કમળા તણું, વદન જોતાં કોઈ નથી હોડે;

ઇંદ્ર-ઇંદ્રાણી, બ્રહ્માણી, રુદ્રાણીતિહાંનિરખતાંનિરખતાં હાથ જોડે, મો૦

ચાર ભુજા અને ચપળ છે ચાતુરી, નવ-સત્તનવ લતા સરસ ભાવે;

નિમિષ-કટાક્ષમાં વિશ્વ મોહિત થયું: વલ્લભા વૈકુંઠનાથ કહાવે. મો૦

વર તણું રૂપ પ્રદ્યુમ્નનું નિરખિયું, કુંવરીનું રૂપ તે રતિનું દીઠું;

દિવ્ય ચક્ષુએ નરનારીએ નિરખિયાં, રૂપ સુંદર લાગે છે મીઠું. મો૦

પ્રભુ-લીલા જોઈનેમંનવિસ્મે થયાં, પાણિજોડી બહુચરણેનમિયાં;

ગદગદ કંઠથી વાણી ચાલે નહિ, કંથ કમળા તણે મંન ગમિયાં. મો૦

ત્રિભુવન પતિ તવ પ્રસન્નથઈ બોલિયા : ‘એ વહુમહેતાજી તુલ્ય થાશે.'

મસ્તકે કર ધરી અંતર્ધાન થયા હરિ,મદન મહેતો રહ્યા મનવિમાસે. મો૦

જુએ તો મહેતોજી બેઠાછે એકલા, મદન મહેતા જઈ ચરણ વળગ્યા¬:

‘ધન્ય, મમ ભાગ્ય કુળ પાવન કર્યું'નરસૈંયે સ્નેહથી કીધા અળગા. મો૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997