mool re winanun - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૂળ રે વિનાનું

mool re winanun

રવિસાહેબ રવિસાહેબ
મૂળ રે વિનાનું
રવિસાહેબ

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી

એજી એને પડતાં લાગે વાર... મૂળ રેo

એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો,

એની મૂરત સૂરત પાણિયાર... મૂળ રેo

એને સતનાં તે ખાતર પુરાવજો,

એની પાલ્યું પહોંચી પિયાની પાસ... મૂળ રેo

એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,

જી તો અમર ફળ કહેવાય... મૂળ રેo

કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે,

જી પ્રભુને ભજો તો ભવ પાર રે .... મૂળ રેo

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021