મીઠું
mithu
ભાલણ
Bhalan
ભાલણ
Bhalan
મીઠું તે હરિનું બોલવું રે, મીઠી રે કહાન કહે વાત;
મીઠી મીટ નિહાળતાં રે, મીઠો ગોવાળિયાનો સાથ. મીઠું...
મીઠી વેણુ વજાડતો રે, મીઠી ઘઘરી વાજે પાય;
મીઠી ચાલતાં મીઠું ઉતારે, મીઠી જશોદા માય. મીઠું...
મીઠાં આભરણ સારિયાં રે, મીઠું રે શ્રીકૃષ્ણનું રૂપ;
મીઠાં આ બાલક સહુ મળ્યાં રે, મીઠો રે ત્રિભોવન ભૂપ. મીઠું...
મીઠાં ભોજન અતિ ભલાં રે, મીઠા રે શ્રીકૃષ્ણને રામ;
ભરસાગરમાંહે તારવા રે, મીઠું રે ભાલણ પ્રભુનું નામ. મીઠું...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
