Mhare Janam-maranra Sathi Thane, - Pad | RekhtaGujarati

મ્હારે જનમ-મરણરા સાથી થાંને

Mhare Janam-maranra Sathi Thane,

મીરાંબાઈ મીરાંબાઈ
મ્હારે જનમ-મરણરા સાથી થાંને
મીરાંબાઈ

મ્હારે જનમ-મરણરા સાથી થાંને, નહીં બિસરૂં દિન રાતી;

થાં દેખ્યાં બિન કલ પડત હૈ, જાણત મેરી છાતી.

ઊંચી ચઢ-ચઢ પંથ નિહારું, રોય-રોય અખિયાં રાતી;

યો સંસાર સકલ જગ જૂઠો, જૂઠા કુલરા ન્યાતી.

દોઉ કર જોડ્યા અરજ કરું છું, સુણ લિજ્યો મારી બાતી;

યો મન મેરો બડો હરામી, જ્યૂં મદમાત હાથી.

સત્ગુરુ હાથ ધર્યો સિર ઉ૫ર, આંકુસ દૈ સમઝાતી;

પલ-પલ પિવકો રૂપ નિહારું, નીરખ નીરખ સુખ પાતી;

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિચરણાં ચિત્ત રાતી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011