મેના બોલે પાંજરે, સુણ ભઈ મનવા રાજા
menaa bole paanjare, sun bhaii manvaa raajaa
મેકરણ
Mekran

મેના બોલે પાંજરે, સુણ ભઈ મનવા રાજા,
પૂરા જાણે પારખા, આસમાની અવાજા. મેના૦
વરણ–અવરણ કોઈ નહિ, દુનિયા દરવાજા,
વણ દેવળ વણ દેવતા, વણ મસીદે વાજા. મેના૦
શૂન્ય શિખર પર શબ્દ હૈ, કર વણ વાજત વાજા,
'મેકાજી' મેના જીવ હૈ, પિયુડા હૈ અવાજા. મેના૦



સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ: ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : દુલેરાય કારાણી
- વર્ષ : 1964