men to joyu takhat par jaagii re - Pad | RekhtaGujarati

મેં તો જોયું તખત પર જાગી રે

men to joyu takhat par jaagii re

મેરુ મેરુ
મેં તો જોયું તખત પર જાગી રે
મેરુ

મેં તો જોયું તખત પર જાગી રે, ઝાલરી ઝણણ વાગી.

ગુરુએ લીધા ઉરમાં, બહુનામીએ સાંધ્યાં બાણ,

વિચાર કરું તો વેદના ભારી, ભીતર પ્રગટ્યા રવિ ભાણ... જાગી૦

હરિ ઘોડાને ચડે ચોકડું, શેષનાગ પલાણ,

ચાંદા-સૂરજ એનાં પાંગડાંને, તે પર ચડનારી ચતુર સુજાણ... જાગી૦

ગગન મંડળના ગોલોક માંહે, ઈશ્વર રે સૂતો નિરધાર,

ત્રણ લોક તેની સેવા કરે, કાય કબીર રણકાર... જાગી૦

પ્રેમ નામના પટા લખાણા, સુરતા કરે એની સેવ,

મુંજા પ્રતાપે ‘મેરુ’ બોલિયા, એને મળ્યા નિરંજન દેવ... જાગી૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 215)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ