men maaro baalam olakhyo - Pad | RekhtaGujarati

મેં મારો બાલમ ઓળખ્યો

men maaro baalam olakhyo

પૂંજા બાવા પૂંજા બાવા
મેં મારો બાલમ ઓળખ્યો
પૂંજા બાવા

મેં મારો બાલમ ઓળખ્યો

આપો આપમાં જો માંહી,

આપે રમે 'ને આપે ભમે

રહ્યો સમાઈ.

કોઈ કહે જોગી કોઈ કહે ભોગી, કોઈ કહે ક્યૂં નાંહી?

હૈ ઘટ સેં 'ને ઘટ મેં ન્યારા, રહ્યો ખાક લગાઈ.

મેં મારો બાલમ ઓળખ્યો...

ભેખ ધરે વાલો નિત રે નવા, સબમાં રહ્યો રે સમાઈ,

હિંદુ તુરક કાજી મુલ્લા, વેદ પઢે પંડિત તાંહી.

મેં મારો બાલમ ઓળખ્યો...

એક શબ્દ મેં મેરો સાહેબો, ગુરુએ દીઓ રે બતાઈ,

'દાસ પૂંજો’ કહે ગુરુ વિશ્વાસમાં, ચરણે શીશ નમાઈ.

મેં મારો બાલમ ઓળખ્યો...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009