
પ્યારા ગોવિંગના ગુણ ગાશું, રાણાજી અમે0
પ્યારા ગોવિંદના ગુણ ગાશું. (ટેક)
ચરણામૃતનો નિયમ હમારો,
નિત્ય ઊઠી મંદિર જાશું. રાણાજી અમે0
રાણાજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે રે મરી જાશું. રાણાજી અમે0
વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું. રાણાજી અમે0
રામના નામનું જહાજ બનાવશું,
તેમાં બેસીને તરી જાશું. રાણાજી અમે0
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણકમળ પર વારી જાશું. રાણાજી અમે0
pyara gowingna gun gashun, ranaji ame0
pyara gowindna gun gashun (tek)
charnamritno niyam hamaro,
nitya uthi mandir jashun ranaji ame0
ranaji ruthshe to raj tajawshe,
prabhuji ruthe re mari jashun ranaji ame0
wikhna pyala ranajiye mokalya,
charnamrit kari leshun ranaji ame0
ramana namanun jahaj banawashun,
teman besine tari jashun ranaji ame0
bai miran kahe prabhu giridharna gun,
charanakmal par wari jashun ranaji ame0
pyara gowingna gun gashun, ranaji ame0
pyara gowindna gun gashun (tek)
charnamritno niyam hamaro,
nitya uthi mandir jashun ranaji ame0
ranaji ruthshe to raj tajawshe,
prabhuji ruthe re mari jashun ranaji ame0
wikhna pyala ranajiye mokalya,
charnamrit kari leshun ranaji ame0
ramana namanun jahaj banawashun,
teman besine tari jashun ranaji ame0
bai miran kahe prabhu giridharna gun,
charanakmal par wari jashun ranaji ame0



સ્રોત
- પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 149)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1964