રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદવ તો લાગેલ ડુંગરિયે,
કહોને ઓધવજી! હવે કેમ કરીએ?
કેમ તે કરીએ, અમે કેમ કરીએ?
દવ તો લાગેલ ડુંગરિયે.
હાલવા જઈએ તો વહાલા! હાલી ન શકીએ;
બેસી રહીએ તો અમે બળી મરીએ રે.
આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા!
પરવરતીની પાંખે અમે ફરીએ રે.
સંસારસાગર મહાજળ ભરિયો, વહાલા!
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે.
બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર,
ગુરુજી! તારો તો અમે તરીએ રે.
daw to lagel Dungariye,
kahone odhawji! hwe kem kariye?
kem te kariye, ame kem kariye?
daw to lagel Dungariye
halwa jaiye to wahala! hali na shakiye;
besi rahiye to ame bali mariye re
a re wartiye nathi thekanun re, wahala!
parawartini pankhe ame phariye re
sansarsagar mahajal bhariyo, wahala!
banheDi jhalo nikar buDi mariye re
bai miranke prabhu giridhar nagar,
guruji! taro to ame tariye re
daw to lagel Dungariye,
kahone odhawji! hwe kem kariye?
kem te kariye, ame kem kariye?
daw to lagel Dungariye
halwa jaiye to wahala! hali na shakiye;
besi rahiye to ame bali mariye re
a re wartiye nathi thekanun re, wahala!
parawartini pankhe ame phariye re
sansarsagar mahajal bhariyo, wahala!
banheDi jhalo nikar buDi mariye re
bai miranke prabhu giridhar nagar,
guruji! taro to ame tariye re
સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997