maiya bawri thai re - Pad | RekhtaGujarati

મૈયા બાવરી થઇ રે

maiya bawri thai re

ભાલણ ભાલણ
મૈયા બાવરી થઇ રે
ભાલણ

મૈયા બાવરી થઇ રે, માતા બાવરી થઈ;

લૂગડે લપેટ્યો લાલ દીઠો નહિ. મૈયાo

હેલી, ગોદમાં ઘાલી ઈણે બહાર માન્યો;

એવો ચંચળ ચકોર કેમ રહ્યો છાનો? મૈયાo

મૈયા આશ્ચર્ય પામી કહે, કહું છું તુંને;

આવો અકળ કુંવર માહરો વરશે કુને? મૈયાo

હેલી, પરિબ્રહ્મમાં પ્રાક્રળ નથી થોડું;

એવું સરજ્યું હશે વિરંચીએ જોડું! મૈયાo

શિવ સનકાદિક ઈમ કહે છે, વ્યાપ્યા ચૌદેલોક;

કેશ આવે નેત્ર આડે તે ઊંચા કરે કોક. મૈયાo

શાં કીધાં તપ કૌશલ્યાએ ઓછગે મહાલે?

ભાલણ પ્રભુ રઘુનાથ, માનો પાલવડો ઝાલે, મૈયાo

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983