mata ne mohan dhave re - Pad | RekhtaGujarati

માતાને મોહન ધાવે

mata ne mohan dhave re

ભાલણ ભાલણ
માતાને મોહન ધાવે
ભાલણ

માતાને મોહન ધાવે, અતીશે લાગે મીઠું રે;

ચુલે પય ઉભરાવા લાગ્યું, યશોદાએ તે દીઠું રે. માતાને...

અધ ધાવતો મૂક્યો અવની, જનની વેગે ચાલી રે;

આંખે અતિ ખરતાં આંસુ, હરજીએ છેડલે ઝાલીરે. માતાને...

અતિ આકળી થઈ નીસરી, બળ કરી વછોડી રે;

ડંસ લેઇ ગોવિંદે તે વારે, મહીની ગોળી ફોડી રે. માતાને...

પૂર નદીની પેરે ચાલે, હરજી સુખે માખણ ખાય રે;

ઊતારીને આવે જેટલે, તેટલે કૌતુક દીઠું માયરે. માતાને...

બાળક માંકલડાંને ખવરાવે, નાચે પ્રેમે મુદિત થાય રે;

જનનીને આવતી જાણી, ભયભીત થઈ નાસી જાય રે. માતાને...

કામિની કર માંહે લઇ, ચીમટા પુંઠે થાય રે;

સાસ ભરાયે ભાલણ પ્રભુ, લીલા બ્રહ્માદિક ગાયરે. માતાને...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928