મારે ઘેર આવજો માવા, ભાવે તો ઢેબરું ખાવા
mare gher aavjo mava, bhave to dhebru khava
કુબેર
Kuber
કુબેર
Kuber
મારે ઘેર આવજો માવા, ભાવે તો ઢેબરું ખાવા.
બાજરીનાં બે ઢેબરાં કીધાં, તળિયાં તાતે તેલ;
તલ પાપડ ને કોચલી માંહીં, દહીંનું દડબું મેલ. મારે...
મારા ખેતરમાં લોંબડી પાકી, આવી ફૂમતડેલ;
કાળંગડીનું શાક ખાઓ તો, ઓ દીસે છે વેલ. મારે...
બાજરીનાં બે ઢેબરાં કીધાં, ઘીએ મેલ્યાં વાહી;
કર જોડીને કહે કુબેરો, ભવાનદાસનો ભાઈ. મારે...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
