મરમ માળા રે, બાઈ મારા ઘટમાં ફરી,
રૂંવે રૂંવે બોલે રે, તું હી સોહમ સોહમ હરિ, રે જી.
મરમના મણકા દમની દોરડી, જપું અજપા જાપ,
બંકનાળમાં સુરત નિહાળી, મટી ગયા ત્રણે તાપ,
ગંગા ને જમના રે, નિરમળ સબળ ભરી... મરમની૦
તરવેણી અને ઇંગલા પિંગલા, દીસે ચંદ્ર અને સૂર,
ચાર કોસ ચડ દેખા ગગન મેં, વાજે અનહદ તૂર,
બ્રહ્મને લોભાણો રે, નિશાને જઈ નજર ઠરી... મરમની૦
અલેખ પુરુષ સત અવિનાશી, તે તો કળ્યો નવ જાય,
ગુરુ અભરામે મહેર કરી, તેના દાસ 'નબી' ગુણ ગાય,
પાણીના સંગ રે, લૂણ જોને ગયું રે ગળી... મરમની૦
maram mala re, bai mara ghatman phari,
runwe runwe bole re, tun hi soham soham hari, re ji
maramna manka damani dorDi, japun ajpa jap,
banknalman surat nihali, mati gaya trne tap,
ganga ne jamna re, nirmal sabal bhari maramni0
tarweni ane ingla pingla, dise chandr ane soor,
chaar kos chaD dekha gagan mein, waje anhad toor,
brahmne lobhano re, nishane jai najar thari maramni0
alekh purush sat awinashi, te to kalyo naw jay,
guru abhrame maher kari, tena das nabi gun gay,
panina sang re, loon jone gayun re gali maramni0

સ્રોત
- પુસ્તક : સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 782)
- સંપાદક : મટુભાઈ કાંટાવાળા