રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું?
વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું! હું શું જાણું જેo
હું જાઉં જળ ભરવા ત્યાં પૂંઠે પૂંઠે આવે;
વગર બોલાવ્યો વ્હાલો બેડલું ચડાવે. હું શું જાણું જેo
વઢું ને તરછોડું તોયે રીસ ન લાવે;
કાંઈ કાંઈ મિશે મારે ઘેર આવી બોલાવે. હું શું જાણું જેo
દૂરથી દેખીને મને દોડ્યો આવે દોટે;
પોતાની માળા કાઢી પહેરાવે મારે કોટે. હું શું જાણું જેo
એકલડી દેખે ત્યાં મુને પાવલે રે લાગે;
રંક થઈને કાંઈ કાંઈ મારી પાસે માગે. હું શું જાણું જેo
જ્યાં જ્યાં જાતી જાણે ત્યાં ત્યાં એ આડો આવી ઢૂંકે;
બહેની! દયાનો પ્રીતમ મારી કેડ નવ મુકે. હું શું જાણું જેo
hun shun janun je whale mujman shun dithun?
ware ware samun bhale, mukh lage mithun! hun shun janun jeo
hun jaun jal bharwa tyan punthe punthe aawe;
wagar bolawyo whalo beDalun chaDawe hun shun janun jeo
waDhun ne tarchhoDun toye rees na lawe;
kani kani mishe mare gher aawi bolawe hun shun janun jeo
durthi dekhine mane doDyo aawe dote;
potani mala kaDhi paherawe mare kote hun shun janun jeo
ekalDi dekhe tyan mune pawle re lage;
rank thaine kani kani mari pase mage hun shun janun jeo
jyan jyan jati jane tyan tyan e aaDo aawi Dhunke;
baheni! dayano pritam mari keD naw muke hun shun janun jeo

સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : ધીરુ પારેખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010