મંદિર સાથે પરણી મીરાં
Mandir Sathe Parani Meera
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે:
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે!
આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે:
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે!
તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે:
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે!
કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે:
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે!
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
