મન તુંહી તુંહી બોલે રે, આ સુપના જેવું તન તારું
man tunhii tunhii bole re, aa supnaa jevun taarun man

મન તુંહી તુંહી બોલે રે, આ સુપના જેવું તન તારું;
અચાનક ઊડી જાશે રે, જેમ દેવતામાં દારૂ... મન૦
ઝાકળજળ પળમાં વળી જશે, જેમ કાગળ ને પાણી;
કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જાશે ધૂળધાણી;
પાછળથી પસ્તાશે રે, મિથ્યા કરી મારું મારું... મન૦
કાચનો કૂપો કાયા તારી, વણસતાં ન લાગે વાર;
જીવ-કાયાને સગાઈ કેટલી? મૂકી ચાલે વન મોઝાર;
ફોગટ ફૂલ્યા ફરવું રે, ઓચિંતું થાશે અંધારું... મન૦
જાયું તે તો સરવે જાવાનું, ઊગરવાનો ઉધારો;
દેવ, ગંધર્વ, રાક્ષસ ને માણસ, સઉને મરણનો મારો;
આશાનો મહેલ ઊંચો રે, નીચું આ કારભારું... મન૦
ચંચળ ચિત્ત ચેતીને ચાલો, ઝાલો હરિનું નામ;
પરમારથ જે હાથે તે સાથે, કરો રહેવાનો વિશ્રામ;
'ધીરો' ધરાધરથી રે, નથી કોઈ રહેનારું... મન૦
man tunhi tunhi bole re, aa supna jewun tan tarun;
achanak uDi jashe re, jem dewtaman daru man0
jhakaljal palman wali jashe, jem kagal ne pani;
kayawaDi tari em karmashe, thai jashe dhuldhani;
pachhalthi pastashe re, mithya kari marun marun man0
kachno kupo kaya tari, wanastan na lage war;
jeew kayane sagai ketli? muki chale wan mojhar;
phogat phulya pharawun re, ochintun thashe andharun man0
jayun te to sarwe jawanun, ugarwano udharo;
dew, gandharw, rakshas ne manas, saune maranno maro;
ashano mahel uncho re, nichun aa karbharun man0
chanchal chitt chetine chalo, jhalo harinun nam;
parmarath je hathe te sathe, karo rahewano wishram;
dhiro dharadharthi re, nathi koi rahenarun man0

સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર : ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 314)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ