man! ram bhaji lene rana - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મન! રામ ભજી લે-ને રાણા...

man! ram bhaji lene rana

ભાણસાહેબ ભાણસાહેબ
મન! રામ ભજી લે-ને રાણા...
ભાણસાહેબ

મન! તું રામ ભજી લે-ને રાણા,

તારે ગોવિંદના ગુણ-ગાણા. મનo ટેક

ખોટી માયાની ખબર પડી નહિ,

ને કળ વિનાના કુટાણા;

જૂઠી માયાસે ઝઘડો માંડ્યો,

બળ કરીને બંધાણા. મનo

કૂડિયાં તારે કામ નહિ આવે,

ભેળાં આવશે નાણાં;

હરામની માયા હાલી જાશે,

રહેશે દામ દટાણા. મનo

કૂણપ વિના નર કરડા દીસે,

ભીતર નહીં ભેદાણા;

હરિ વિનાના હળવા હીડે,

નર ફરે નિમાણા. મનo

સો-સો વરસ રહે સિંઘુમાં,

ભીતર નહીં ભીંજાણા;

જળનું તો કંઈ જોર ચાલ્યું;

પલળ્યા નહિ પાણા. મનo

છબી ફરી પણ ચાલ ફરી નહિ,

ભ્રાંતિ ગઈ નહીં ભાણા. મનo

સ્રોત

  • પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
  • પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
  • વર્ષ : 2002