man kanth kii maalaa karii le - Pad | RekhtaGujarati

મન કંઠ કી માલા કરી લે

man kanth kii maalaa karii le

રામગીર જોગી રામગીર જોગી
મન કંઠ કી માલા કરી લે
રામગીર જોગી

મન કંઠ કી માલા કરી લે,

માંહી પવન પૂતળી પરોઈ.

હોઠ કંઠ હાલે નહીં, તેને સેજે સેજ સમરણ હોઈ,

મન મૂળ વચન છે વેલા, કહેતા ગુરુ સુણતા ચેલા.

ઓહંગ સોહંગ નિજનામ, સોહી નિજનામની કરો સેવા,

તો નકળંગ રૂપે ધણી ઘટમાં, આવે દર્શન દેવા.

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 180)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : પોતે