મળ્યો જટાધારી, જોગેશ્વર બાવો
Malyo jatadhari jogeshvar bavo
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
મળ્યો જટાધારી, જોગેશ્વર બાવો, મળ્યો રે જટાધારી.
હાથમાં ઝારી હું તો બાળકુંવારી વા'લા, દેવળ પૂજવાને ચાલી. - જોગેશ્વર૦
સાડી ફાડી મેં કફની કીધી વા’લા, અંગ પર વિભૂતિ લગાડી. - જોગેશ્વર૦
આસન વાળી બાવો મઢીમાં બેઠો વા'લા, ઘેર ઘેર અલખ જગાડી. - જોગેશ્વર૦
‘મીરાં’ કે પ્રભુ ગિરધરના ગુણ વા’લા, પ્રેમની કટારી મુને મારી. - જોગેશ્વર૦
સ્રોત
- પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1944
