malkine jagi - Pad | RekhtaGujarati

મલકીને જાગી

malkine jagi

અર્જુન ભગત અર્જુન ભગત
મલકીને જાગી
અર્જુન ભગત

મલકીને જાગી હું તો ઝબકીને જાગી,

જોયા સોહાગી, હું તો ઝબકીને જાગી!

સૈયર શું કહું હું તો નાઠી આઘી;

મારે વિડારે મને, ભેથી હું ભાગી. જોયા સોહાગીo

આવ્યા બોલાવ્યા નહિ એવી અભાગી;

શીશ નમાવી મેં તો માફી માગી. જોયા સોહાગીo

સ્વપ્નાને સાચું કર્યું એવા વેરાગી;

સતગુરૂ સ્વામી મળ્યાં, ભ્રાંતિ ભાગી. જોયા સોહાગીo

ભીતર ભાલડી શબ્દની વાગી,

ઊંઘ આવે મન થઈ અનુરાગી. જોયા સોહાગીo

મીઠાઈ મેવા તજી રસ ખટ રાગી;

ગળપણ ભાળ્યું નહિ, તેથી તે ત્યાગી. જોયા સોહાગીo

નિરાંત થાય લ્હાય ઓલાય લાગી,

હવે જાઉં હું તો અરજુન આઘી. જોયા સોહાગીo

સ્રોત

  • પુસ્તક : અરજુન વાણી (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : અરજુન ભગત
  • પ્રકાશક : મહાદેવ હરિભાઈ દેસાઈ
  • વર્ષ : 1921