main natudii naamnii pyaasii - Pad | RekhtaGujarati

મૈં નટુડી નામની પ્યાસી

main natudii naamnii pyaasii

રતનદાસ રતનદાસ
મૈં નટુડી નામની પ્યાસી
રતનદાસ

મૈં નટુડી નામની પ્યાસી

નીરખું મારા નાથને.

પાંચ પચીસને પલમાં પકડું, લેવું દો દન સે લટકું,

મન મોજલને ગરદન મારું, લઈ પથર પર પટકું... વા જી મેં૦

નાચ નાચું મારા નાથની આગે, જુગતે જામા ઝટકું,

દસ દરવાજે કાળને રોકું, પ્રેમને બારણે પટકું... વા જી મેં૦

મહી વેચવા મેં બી ચાલી, માથડે મહીનું મટકું,

સામો મળ્યો મોહન મોરલીવાળો, પાય લાગું મુગટ કું... વા જી મેં૦

મહી માખણ વ્હેર્યાં માવે, નવ રે કોઈને ખટકું,

મધપીની મસ્તાની ફરું, સીધડે મારગ સટકું... વા જી મે૦

નીરખું મારા નાથને હું તો, નેણનું મારું મટકું,

ગુરુ પ્રતાપે ગાય ‘રતનદાસ’, ચોરાસીમાં ભટકું... વા જી મેં૦

વા જી મૈં નટુડી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1991