Mahi Lunte, Mohan Mahi Lunte - Pad | RekhtaGujarati

મહી લૂંટે, મોહન મહી લૂંટે

Mahi Lunte, Mohan Mahi Lunte

મીરાંબાઈ મીરાંબાઈ
મહી લૂંટે, મોહન મહી લૂંટે
મીરાંબાઈ

મહી લૂંટે, મોહન મહી લૂંટે.

વળગા ઝૂમી શાને કરો છો? હાર હૈયાનો તૂટે. મોહન...

પીઓ તો હરિ પેટ ભરીને, તારે પીધે નહીં ખૂટે. મોહન...

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ પર ઝૂકે. મોહન...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011