machhiDa! hoDi halkar - Pad | RekhtaGujarati

માછીડા! હોડી હલકાર

machhiDa! hoDi halkar

મીરાંબાઈ મીરાંબાઈ
માછીડા! હોડી હલકાર
મીરાંબાઈ

માછીડા! હોડી હલકાર, મારે જાવું હરિને મળવાને,

હરિને મળવાને, પ્રભુને મળવાને.

તારી હોડીને હીરલે જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ. મારે.

સોનૈયા આપું, રૂપૈયા આપું, આપું હૈયા કેરો હાર. મારે.

આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, વચમાં વસે નંદલાલ. મારે.

કાલિંદીને તીરે ધેનુ ચરાવે, વહાલો બની ગોપાલ. મારે.

વૃંદાવનની કુંજગલીમાં, ગોપી સંગ રાસ રમનાર. મારે.

બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, કૃષ્ણજી! ઉતારો પેલે પાર. મારે.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997