maaylii mruglii - Pad | RekhtaGujarati

માયલી મૃગલી

maaylii mruglii

મેકરણ મેકરણ
માયલી મૃગલી
મેકરણ

માયલી મૃગલી કું માર લે, ઐસા કૌન હૈ શિકારી?

પંડ–વ્રેમંડમાં રમ રહી, ખેલે ન્યારે કી ન્યારી,

સાસ–ઉસાસ કા પારણા હૈ, આપ અજબ હૈ નારી. માયલી૦

ધીરપ કા બાણ ચડાવી લે, નેહ નિશાન સંભારી,

પ્રેમ કા બાંધા પાસલા, મુનિજને લીધી મારી. માયલી૦

ચેલી ગોરખનાથ કી, ઈશ્વર ઘર નારી,

'મેકો' ખોજી ખોજ લે, અબ ખોજન કી વારી. માયલી૦

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ : ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : દુલેરાય કારાણી
  • વર્ષ : 1964