maarkund kahe chhe tame saambhalone yuthishthiir raay - Pad | RekhtaGujarati

મારકુંડ કહે છે તમે સાંભળોને યુધિષ્ઠિર રાય

maarkund kahe chhe tame saambhalone yuthishthiir raay

મારકુંડ ઋષિ મારકુંડ ઋષિ
મારકુંડ કહે છે તમે સાંભળોને યુધિષ્ઠિર રાય
મારકુંડ ઋષિ

મારકુંડ કહે છે તમે સાંભળોને યુધિષ્ઠિર રાય,

સતની વાતું વીરા હું કહું હાં હાં;

સતની બાંધી માતા પૃથ્વી રે હાં,

સતના બાંધ્યા શેષનાગ છે... હાં હાં૦

સતના બાંધ્યા મારા હરિજન,

તારે સતના બાંધ્યા રૂડા સાધ છે;

સતવાદીએ સત ધરમ ચલાવ્યો રે હાં,

અને ઋષિ અઠાસી હજાર મળી... હાં હાં૦

પણ ઇંદ્રને ઇંદ્રાણી મળી, બ્રહ્માને બ્રહ્માણી મળી;

ત્યારે અલખ વધાવ્યો સાચે માતીએ,

ક્રોડ તેત્રીસ મળી જગત રચાવ્યો રે;

અને તેજોમાં અલક આવિયા... હાં હાં૦

પણ જોતી સરૂપી નર પાટ પર પધાર્યા,

ત્યાં નર નકળંગી બાવો આવિયા;

જેના જગનમાં ગંગાજી પધાર્યાં રે,

હીંડે કોળી વાળતાં... હાં હાં૦

પણ જેના જગનમાં સતી દ્રોપદી પધાર્યાં,

તો હીંડે કોળી પ્રેાસાળ વેંચતાં;

ધર્મ આદ્ય અનાદિનો રે,

અને દેવતાઓએ પ્રગટ કર્યો... હાં હાં૦

કહે ઋષિ મારકુંડ સુણો રાજા યુધિષ્ઠિર;

ધર્મ મરજીવા તણો તે;

અનુભવિયાને પરવશ પડ્યો... હાં હાં૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 111)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ