મારી મેના રે બોલે
maarii menaa re bole
મેકરણ
Mekran

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે
કાયાના કુડા રે ભરોસા
દેહુના જૂઠા રે દિલાસા.. મારી મેના
એવી છીપું રે સમદરિયામાં નીપજે રે
મોતીડાં છે રે છીપલાંની માંય રે... મારી મેના
એવી માટી રે મંગાવો સારા શહેરની રે
હીરલા છે રે ધરતીની માય... મારી મેના
એવો વનરાતે વનમાં એક મૃગલો રે
કસ્તુરી છે રે મૃગલાની માય... મારી મેના
એવી મેના ને ‘મેકરણ’ દોઉ એક છે રે
એને તમે જુદાં રે નવ જાણો... મારી મેના



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009