બડાસાહેબ ચિશ્તી
Badasaheb Chishti
પાવ પલક મેં કરે નિહાલ, સમરથ હૈ
મારા સતગુરુ દીન દયાલ, સમરથ હૈ.
જળમાં ડૂબતાં પશ્ચિમ દેશ આવે, જાયે બંકનાલથી પાર,
ત્રિગુણ તાપ વ્યાપે નહીં રે, નિકલા ભવ સે બહાર... મારા સતગુરુ૦
ઇંગલા પિંગલા સુખમણા રે, ભલો બન્યો પરિવાર,
જાપ અજંપા તુંહી તુંહી બોલે રે, નાભિ કમળ ઘર બાર રે... મારા સતગુરુ૦
ધમણ ધમધમે શીશ કંપે રે, મેરુ ડગમગ થાય,
એ રે હંસા ચેતન ભયો રે, અગમ દેશ મેં જાય... મારા સતગુરુ૦
નૂરી ઘર અવિનાશ કા રે, કિંગરા ઝલકા ખાય,
દાસ ‘બડા’ કહે સુણો ભાઈ જ્ઞાની, તેજ મેં તેજ સમાય... મારા સતગુરુ૦
paw palak mein kare nihal, samrath hai
mara satguru deen dayal, samrath hai
jalman Dubtan pashchim desh aawe, jaye banknalthi par,
trigun tap wyape nahin re, nikla bhaw se bahar mara satguru0
ingla pingla sukhamna re, bhalo banyo pariwar,
jap ajampa tunhi tunhi bole re, nabhi kamal ghar bar re mara satguru0
dhaman dhamadhme sheesh kampe re, meru Dagmag thay,
e re hansa chetan bhayo re, agam desh mein jay mara satguru0
nuri ghar awinash ka re, kingra jhalka khay,
das ‘baDa’ kahe suno bhai gyani, tej mein tej samay mara satguru0

સ્રોત
- પુસ્તક : સાહિત્ય : ઓક્ટોબર, ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 657)
- સંપાદક : મટુભાઈ કાંટાવાળા