માંહેલા હેરી હેરી ગોટે કીજે હોજી
maanhelaa herii herii gote kiije hojii
લખમાજી માળી
Lakhamaji Mali

માંહેલા હેરી હેરી ગોટે કીજે હોજી,
સાચો મારો સદ્ગુરુ રીઝે રે... માંહેલા૦
મન કર બુકડા તને કર ટુકડા, શબ્દો કા ઝટકા લીજે હોજી;
કુબુદ્ધિ ખાલરી ફરી હટાઈ લે, તત્ત્વ માલ સબ લીજે રે... માંહેલા૦
કાયા કંપે જલ ભરી નીરખું, પૂરાં આંધણ દીજે હોજી;
કામ, ક્રોધી કી લકડી જલાઈ દે, જ્ઞાન ગુણ સબ લીજે રે... માંહેલા૦
રતિ સતી દોઉ રાંધન બૈઠે, ખદબદ ખદબદ સીજે હોજી;
આયા અભિમાન લગા ઊભરાને, ઝરણો કે ઢાંકણ દીજે રે... માંહેલા૦
લાલચ લસણી કુબુદ્ધ ખાલરી, મમતા મિરચી લીજે હોજી;
ધાણા હલદર લોભ મંગાઈ લે, સબી મસાલા દીજે રે... માંહેલા૦
સદ્ગુરુ સ્વામીરાજ જમને બૈઠે, રસ સે રસ સે લીજે હોજી;
દોઉ કર જોડી ‘માળી લખમો’ બોલ્યા, સંત મળી રસ પીજે રે... માંહેલા૦



સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
- વર્ષ : 1909