માન શિખામણ માહરી રે, એ તો છે માન્યા સરખી,
તે માટે હું કહું છું રે, દીદાર દિલે લો નીરખી, રે જી.
શા માટે તું કરે વાયદો, મનખા દેહી છે સાર,
આ અવસર તારો એળે જાશે, નહીં આવે તારો પાર,
ફેરો ફરીને મરશો રે, ચોરાશી’ની ચડે ચરખી... માન૦
આ અવસ્થા તારી ઇદર જેવી, નિત નિત ધરે શરીર,
તે માટે રાખો નિવૃત્તિ, સેવાને સતગુરુ પીર,
ઉપદેશ લેજો રે, સતગુરુનો હૈયે હરખી... માન૦
આદે અંતે એક જોયા, પૂરણ પુરુષ અખંડ,
દાસ ‘નબી’એ પરગટ નીરખ્યા, ભૂલી સુધિયા પડ,
અગમ ઘર લીધું રે, ગુરુગમથી પરખી... માન૦
man shikhaman mahri re, e to chhe manya sarkhi,
te mate hun kahun chhun re, didar dile lo nirkhi, re ji
sha mate tun kare waydo, mankha dehi chhe sar,
a awsar taro ele jashe, nahin aawe taro par,
phero pharine marsho re, chorashi’ni chaDe charkhi man0
a awastha tari idar jewi, nit nit dhare sharir,
te mate rakho niwritti, sewane satguru peer,
updesh lejo re, sataguruno haiye harkhi man0
ade ante ek joya, puran purush akhanD,
das ‘nabi’e pargat nirakhya, bhuli sudhiya paD,
agam ghar lidhun re, gurugamthi parkhi man0

સ્રોત
- પુસ્તક : સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 774)
- સંપાદક : મટુભાઈ કાંટાવાળા