માન સરોવર જઈએ કૂડી રે
maan sarovar jaiye kudii re
મીરાંબાઈ
Meerabai

માન સરોવર જઈએ કૂડી રે કાયા માનસરાવર જઈએ,
હંસલાની સાથે વીર સંગતું કરીએ,
ભેળા બેસીને મેાતી ચણિયે... કુડી રે કાયા.
સાધુને સંતને વીરા, સાધુ કહેવાયે,
નિત્ય નિત્ય ગંગાજીમાં નાહીયે... કૂડી રે કાયા.
માંહેલા એ મનડા કેમ ભૂલ્યો વીરા,
દરશન ગુરુજીનાં કરીએ... કુડી રે કાયા.
બાઈ 'મીરાં' કહે પ્રભુ, ગિરધરના ગુણ,
ભવસાગરથી તરિયે... કૂડી રે કાયા.



સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 56)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
- આવૃત્તિ : બીજી આવૃત્તિ