Lok Rasiya re lok rasiya re - Pad | RekhtaGujarati

લોક રસિયા રે લોક રસિયા રે

Lok Rasiya re lok rasiya re

વસ્તો વિશ્વંભર વસ્તો વિશ્વંભર
લોક રસિયા રે લોક રસિયા રે
વસ્તો વિશ્વંભર

લોક રસિયા રે લોક રસિયા,

ગોકુળ ગામના લોક રસિયા,

એક એકને આનંદ છે અંગમાં,

હોળી રમતા મન વસિયા. ગોકુળ૦

અબીલ ગુલાલની ફેંટો ભરીને,

એક એકની ઉપર ધસિયા. ગોકુળ૦

પકડ લિયો નંદાનંદ કુંવર કું,

તે સાન બતાવી પીછે ખસિયા. ગોકુળ૦

‘વસ્તા વિશ્વંભર’ ધરતા સંભર,

અરસ પરસ સર્વે હસિયા. ગોકુળ૦

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
  • પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
  • વર્ષ : 1922