લોચનિયે લોભાણી, હું તો તારી વાતડીએ વેચાણી રે...
lochniye lobhani, hun to tari vatdiye vechani re
લોચનિયે લોભાણી, હું તો તારી વાતડીએ વેચાણી,
નેણેથી ભરમાણી, હું તો તારી વાટડીએ લલચાણી,
- રે હો માવા! તારી મોરલી હો જી...૦
જે નો આવ્યા આજો જાણી, સરોવર ગઈ’તી પાણી,
બોલે રે બંધાણી, તારા બોલડિયે બંધાણી...
- રે હો માવા! તારી મોરલી હો જી...૦
જેણે રસ પીધા જાણી, ઈ પિયુજીની છે પટરાણી,
ઠીક તો ઠેકાણી, એની નશાં ઠીક તો ઠેરાણી...
- રે હો માવા! તારી મોરલી હો જી...૦
સાંભળો રે સૈયર! સમાણી, મારા મેરમજી ને લીધા માણી,
વાલી લાગે વાણી, એની મીઠુડી લાગે વાણી...
- રે હો માવા! તારી મોરલી હો જી...૦
ભીમ ભેટ્યા ઈ એંધાણી, દાસી જીવણ જપે જાણી
તાતી રે ટીપાણી, મારી ગરીબી ગવાણી...
- રે હો માવા! તારી મોરલી હો જી...૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 121)
- સંપાદક : નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2012