
હેજી... લોભી આતમને સમજાવો
મારા સદ્ગુરુને પૂછું, રૂડાં જ્ઞાન બતાવે જી
હંસલા મેલીને બગલાને કોણ સેવે
બગલા બાહેર ધોળા ને મનના મેલા જી
લોભી આતમને સમજાવો...
હીરલા મેલીને પથરાને કોણ સેવે
પથરા બાહેર ભીના ને અંદર કોરા જી
લોભી આતમને સમજાવો...
કેસર મેલીને કેસૂડાને કોણ સેવે
કેસૂડા બાહેર રાતા ને મૂળના કાળા જી
લોભી આતમને સમજાવો...
સુગરા મેલીને નુગરાને કોણ સેવે
નુગરા નિશ્ચે નરકે લઈ જાયે જી
લોભી આતમને સમજાવો...
શોભાજીના ચેલા 'પંડિત દેવાયત' બોલે રે
મારા ગુરુજીનો બેડલો સવાયો જી
લોભી આતમને સમજાવો...
heji lobhi atamne samjawo
mara sadgurune puchhun, ruDan gyan batawe ji
hansla meline baglane kon sewe
bagla baher dhola ne manna mela ji
lobhi atamne samjawo
hirla meline pathrane kon sewe
pathra baher bhina ne andar kora ji
lobhi atamne samjawo
kesar meline kesuDane kon sewe
kesuDa baher rata ne mulana kala ji
lobhi atamne samjawo
sugra meline nugrane kon sewe
nugra nishche narke lai jaye ji
lobhi atamne samjawo
shobhajina chela panDit dewayat bole re
mara gurujino beDlo sawayo ji
lobhi atamne samjawo
heji lobhi atamne samjawo
mara sadgurune puchhun, ruDan gyan batawe ji
hansla meline baglane kon sewe
bagla baher dhola ne manna mela ji
lobhi atamne samjawo
hirla meline pathrane kon sewe
pathra baher bhina ne andar kora ji
lobhi atamne samjawo
kesar meline kesuDane kon sewe
kesuDa baher rata ne mulana kala ji
lobhi atamne samjawo
sugra meline nugrane kon sewe
nugra nishche narke lai jaye ji
lobhi atamne samjawo
shobhajina chela panDit dewayat bole re
mara gurujino beDlo sawayo ji
lobhi atamne samjawo



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009