Lidha Re Latke, - Pad | RekhtaGujarati

લીધાં રે લટકે

Lidha Re Latke,

મીરાંબાઈ મીરાંબાઈ
લીધાં રે લટકે
મીરાંબાઈ

લીધાં રે લટકે, મન મારાં લીધાં રે લટકે.

ગાત્ર ભંગ કીધાં ગિરિધારીએ, જે માર્યાં ઝટકે.

મન તો મારું મોરલીએ મોહ્યું, પેલા વાંસ તણે કટકે.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હો રંગ લાગ્યો ચટકે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011