લેહ લાગી મને તારી
Leh Lagi mane tari
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
લેહ લાગી મને તારી, અલ્યા જી લેહ લાગી મને તારી.
કામકાજ મૂક્યું ને ધામ જ મૂક્યું, મનમાં ચાહું છું મોરારિ. – અલ્યા૦
ખભે છે કામળી ને હાથમાં છે વાંસળી, ગોકુળમાં ગાયો ચારી. - અલ્યા૦
સોળસહસ્ત્ર ગોપીઓને તમે વરિયા, તોય તમે બાળબ્રહ્મચારી. – અલ્યા૦
‘મીરાં’ કહે પ્રભુ ગિરિધર નાગર, ચરણુકમળ બલિહારી. – અલ્યા૦
સ્રોત
- પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1944
