
લે ને લે ને લહાવ જીવને,
જોતાં નહીં જડે,
જોતાં નહીં જડે જીવને
ખોળ્યો નહીં જડે.
કસ્તૂરી ને કેવડો લઈ તેલમાં તળે,
આવો રૂડો મનખો મેલી ભૂતમાં ભળે.
લે ને લે ને લહાવ...
મોતી સરખો દાણો લઈ ઘંટીમાં દળે,
બાવળિયાનું બીજ વાવે, આંબો નહીં ફળે.
લે ને લે ને લહાવ...
સત બોલાવે બોલતો નથી, અભિમાનમાં ફરે,
મારી ધક્કે આગળ કરશે, વેઠે ભાર ભરે.
લે ને લે ને લહાવ...
માયા તેને મીઠી લાગે, ગૉળ શી ગળે,
'નરભેરામ'ના સાથમાં તો કૂડ નંઈ મળે,
લે ને લે ને લહાવ...
le ne le ne lahaw jiwne,
jotan nahin jaDe,
jotan nahin jaDe jiwne
kholyo nahin jaDe
kasturi ne kewDo lai telman tale,
awo ruDo mankho meli bhutman bhale
le ne le ne lahaw
moti sarkho dano lai ghantiman dale,
bawaliyanun beej wawe, aambo nahin phale
le ne le ne lahaw
sat bolawe bolto nathi, abhimanman phare,
mari dhakke aagal karshe, wethe bhaar bhare
le ne le ne lahaw
maya tene mithi lage, gaul shi gale,
narbheramna sathman to kooD nani male,
le ne le ne lahaw
le ne le ne lahaw jiwne,
jotan nahin jaDe,
jotan nahin jaDe jiwne
kholyo nahin jaDe
kasturi ne kewDo lai telman tale,
awo ruDo mankho meli bhutman bhale
le ne le ne lahaw
moti sarkho dano lai ghantiman dale,
bawaliyanun beej wawe, aambo nahin phale
le ne le ne lahaw
sat bolawe bolto nathi, abhimanman phare,
mari dhakke aagal karshe, wethe bhaar bhare
le ne le ne lahaw
maya tene mithi lage, gaul shi gale,
narbheramna sathman to kooD nani male,
le ne le ne lahaw



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009